Ajab Gajab

21 કરોડના સુલતાન ભેંસ નું મોત , મેળામાં થયો હતો પ્રખ્યાત.

હરિયાણાની શાન થી પ્રખ્યાત થયેલ સુલતાન ભેંસ નું મોત થયું છે. માલિક બેનીવાલ ભેંસ ને પ્યાર થી સુલતાન કહી ને બોલાવતા હત. સુલતાન એ પશુ મેળા માં પોતાના માલિક જ નઈ પરંતુ પોતાના પ્રદેશ નું નામ પણ રોશન કર્યું હતું. અને તેની ખરીદી માટે 21 કરોડ ની બોલી પણ લગાવવામાં આવી હતી. હવે પશુ પ્રેમીઓ ને સુલતાન ક્યારેય જોવા નહિ મળે.

સુલતાન ભેંસ ના માલિક નરેશ બેનીવાલ ના જણાવ્યા અનુસાર સુલતાન દુનિયા નો સૌથી ઊંચો અને લાંબો હતો.
તેની ઉંમર 12 વર્ષ અને વજન ૧૭૦૦ કિલો હતું. તે એક વાર બેસી જાય તો તે સાત આઠ કલાક બેસી રહેતો. તેના માલિકી વધુમાં જણાવ્યું કે તે ઘણી પ્રતિયોગિતામાં વિનર પણ બની ચૂક્યો છે. હવે એ આ દુનિયામાં નથી જેથી બેનિવાલ પરિવાર ને ભારે ઝટકો લાગે છે.

ભેસા સુલતાન ની ખાસિયત એ હતી કે તે રોજના 10 કિલો દાણ અને તેટલું જ દૂધ પીતો હતો. અને 45 કિલો જેટલો લીલો ઘાસચારો પણ આપવામાં આવતો. તે સફરજન અને ગાજર પણ ખાતો હતો. માલિકના જણાવ્યા અનુસાર તે રોજનો 3000 રૂપિયા નો ઘાસચારો ખાઈ જતો પરંતુ તેની સામે તે પોતાના માલિકને લાખો રૂપિયાના ઇનામ અને ઈજ્જત અપાવતો હતો.

21 કરોડ ની કિંમતનો હતો સુલતાન

સુલતાન ની કિંમત આટલી વધારે હોવાનું કારણ એ હતું કે ભેંસને પ્રેગનેટ કરવા માટે દરેક પશુપાલક તેનું વી-ર્ય ખરીદવા આવતા. આ ભેંસ નું વી-ર્ય લાખો માં વેચાતું હતું. પુષ્કળ ના મેળા માં એક વિદેશી એ સુલતાન ની કિમ્મત 21 કરોડ બતાવી હતી પરંતુ એ વખતે માલિકે તેને વેચવાની ના પાડી હતી. હરિયાણાના એક મ્યુઝિક આલ્બમ માં પણ રોલ ભજવ્યો હતો. સુલતાનના ગયા પછી તેના માલિક તેનું કહેવું છે કે તેના જવાનું ગમ એટલું છે કે તેની યાદ દિલમાંથી જતી જ નથી. વધુ માં જણાવ્યું કે હવે કોશિશ કરશે કે બીજો કોઈ સુલતાન બનાવશે પરંતુ તેની કમી કોઈ પૂરી નહિ કરી શકે.