DHARMIK

નવરાત્રી 2021: જાણો આ વખતે ક્યારથી શરૂ થઈ રહ્યો છે નવરાત્રિનો તહેવાર, આ છે પૂજન વિધિ અને સ્થાપનાનું શુભ મુહૂર્ત

નવરાત્રિના આ નવ દિવસના તહેવારમાં માં અંબે ના અલગ-અલગ રૂપોની ઉપાસના કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ દરમિયાન વ્રત રાખે છે. તો ચાલો જાણીએ આ વખતે ક્યારથી શરૂ થઈ રહ્યો છે નવરાત્રિનો તહેવાર અને શું છે સ્થાપન શુભ મુહૂર્ત.

આ વર્ષે ક્યારે આવે છે નવરાત્રી?

પંચાંગના અનુસાર નવરાત્રિનો તહેવાર આસો માસના શુક્લ પક્ષના પહેલા દિવસથી શરૂ થાય છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર વર્ષ 2021માં આ તિથિ 7 ઓક્ટોબરથી ચાલુ થઈ રહી છે. આસો માસના પહેલા દિવસથી સારું થતી નવરાત્રી ને શારદીય નવરાત્રિ કહેવાય છે. 15 ઓક્ટોબર નવરાત્રીનો છેલ્લો દિવસ હશે, આ દિવસે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

કળશ સ્થાપના ક્યારે છે?

નવરાત્રિનો તહેવાર કળશ સ્થાપના સાથે શરૂ થાય છે અને શરદ નવરાત્રિમાં આ વખતે 7 ઓક્ટોબર 2021ના દિવસે સ્થાપના થશે. આ દિવસે કળશ સ્થાપના નું મુહૂર્ત 9:33 થી 11:31 સુધી રહેશે. આ ઉપરાંત બપોરે 3:33 થી 5:05 વચ્ચે થઈ શકશે. આના સાથે 9 દિવસની નવરાત્રી તહેવાર ની શરૂઆત થશે.

13 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમી ની પૂજા થશે, 14 ઓક્ટોબરે મહા નવમી આવે છે. આ દિવસે ઘણા લોકો પૂજા પાઠ અને વિધિથી પોતાના વ્રત ખોલે છે. આ અવસર પર કન્યાઓને ભોજન કરાવાનુ પણ મહત્વ છે. 15 ઓક્ટોબરે વિજયનું પ્રતીક દશેરાનો તહેવાર વિજયાદશમીના રૂપમાં મનાવવામાં આવે છે.

કળશની સ્થાપના માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સાફ કપડાં ધારણ કરી અને મંદિરની સાફ-સફાઈ કરી લો ત્યારબાદ લાલ અથવા સફેદ કપડું પાથરીને અને કપડા પર થોડા ચોખા લઈ લો એના પછી એક માટીનું વાસણ માં જવ રોપી દો અને આ પાત્ર પર પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરી દો અને કળશ પર સ્વસ્તિકનું નિશાન બનાવી દો. કળશમાં સોપારી, સિક્કો અને અક્ષત નાખીને આસોપાલવ ના પાન મૂકીને તેની પર નારિયેળ રહે અને ચુંદડી લપેટીને રહે એમ નાડાછડી બાંધી લો. નાળિયેરને કળશની ઉપર રાખતી વખતે દુર્ગા મા નુ ધ્યાન તથા આવાહન કરવાનું હોય છે. કહેવાય છે કે સાચા દિલથી માતાજીની પૂજા કરવાવાળા ઉપર જગત જનની ની કૃપા અવશ્ય રહે છે અને તે પોતાના ભક્તોની રક્ષા કરે છે.