HEALTH

દરરોજ 4 બદામ પાણીમાં પલાળીને ખાવાથી તમારા શરીરમાં થાય છે આટલા બદલાવ

બદામ ખાવાથી કેટલા ફાયદા થાય છે તેના વિશે લગભગ બધા જાણે જ છે અને તેથી ઘણા લોકોએ પોતાના ડાયટમાં પણ સામેલ કરી લીધી છે. ક્રન્ચી અને પ્રોટીનથી ભરપૂર બદામ માં ફાઇબર અને ઓમેગા 3 હોય છે. ટેસ્ટની સાથે હેલ્ધી ગુણો થી ભરપૂર બદામ ઘણા લોકોનો ગમતું ડ્રાયફુટ છે. પરંતુ લોકો વચ્ચે એ વાતની ગેરસમજણ છે કે પલાળેલી બદામ ફાયદાકારક હોય છે કે સુકી બદામ નું સેવન ફાયદાકારક હોય છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે સુકી બદામ ખાવાથી કેટલો ફાયદો થાય અને પલાળેલી બદામ ખાવાથી કેટલો થાય.

ઘણા લોકો બદામને આખી રાત પલાળી રાખે છે, પરંતુ તમે તેને 5-6 કલાક માટે પલાળી રાખવી યોગ્ય રહે છે. આ વાત સાચી છે કે સુકી બદામ કરતા પલાળેલી બદામ વધારી હેલ્ધી હોય છે કેમકે આ ખાવામાં ખૂબ જ મુલાયમ હોય છે અને પચાવવામાં ખૂબ જ આસાન હોય છે. પલાળેલી બદામ ખાવાથી શરીર પોષક તત્વો ઝડપથી ગ્રહણ કરે છે. આ સાથે જો બદામને બહારની છાલ કાઢીને ખાવામાં આવે તો તે ખૂબ જ સારી હોય છે. કારણ કે બહારની છાલ માં એક એન્જાઈમ અવરોધક હોય છે. તે પાચન ની ક્રિયા અને શોષણની ક્રિયાને પ્રભાવ પહોંચાડે છે. એક વ્યક્તિ દિવસમાં અંદાજિત 8-10 બદામ ખાઈ શકે છે.

પાચન માટે ખૂબ જ સારું

સુકી બદામ કરતા પલાળેલી બદામ એન્ઝાઈમ ને મુક્ત કરવામાં મદદ કરે છે, જે પાચનની પ્રક્રિયા માટે સારું હોય છે. બદામ સૌથી હેલ્ધી મિડ-મીલ નાસ્તો હોય છે. બદામ ની અંદર મોનોસેચ્યુરેટેડ ફેટ્સ હાજર હોય છે જે ભૂખ ઉપર રોક લગાવે છે અને પેટ ભરેલું રાખે છે. તેના સાથે તમે વજન વધવા પર પણ કંટ્રોલ કરી શકો છો.

કોલેસ્ટ્રોલ ઉપર કંટ્રોલ લાવે

આ વાત સાચી છે કે પલાળેલી બદામ ખાવાથી હૃદય હેલ્ધી રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ માં રાહત મળે છે સારો કોલેસ્ટ્રોલ વધે છે.

વજન વધવાથી રોકે

પલાળેલી બદામ ખાવાથી તેના માં હાજર વિટામિન ઇ એક એન્ટીઓક્સીડન્ટ તરીકે કામ કરે છે. બદામમાં હાજર આ તત્વ ઉમ્ર અને સોજા ઉપર રોક લાવે છે જે ફ્રી રેડીકલ થી થાય છે.

પલાળેલી બદામ વધારે અસરકારક

પલાળેલી બદામ અને સુકી‌બદામ માંથી કોનું ચયન કરવું એ સ્વાદનો મુદ્દો નથી પરંતુ બંનેમાંથી હેલ્ધી શું છે તે જરૂરી છે. પલાળેલી બદામ ના છાલ મા ટેનિન નામનું દ્રવ્ય હોય છે જે પોષક તત્વો નું શોષણ અટકાવે છે. બદામને પલાળ્યા પછી તેની છાલ ઉતારવી ખૂબ જ સરળ થઈ જાય છે. તેના પછી આ ડ્રાયફ્રુટ તેના બધા પોષક તત્વોને સરળતાથી મુક્ત કરી શકે છે.

ખાવામાં આસાન

સુકી બદામની તુલનામાં પલાળેલી બદામ ખૂબ જ નરમ અને પચવામાં સરળ હોય છે. આ ઉપરાંત તે સારા પોષક તત્વોના શોષણ માં પણ મદદરૂપ થાય છે. આમ પલાળેલી બદામ ખાવી ખૂબ જ અસરકારક છે.