DHARMIK

બાલા હનુમાન નું અદભુત મંદિર કે જ્યાં અંદાજિત 50 વર્ષોથી સતત ચાલી રહી છે રામ ધુન

ચાલો તમને જણાવીએ હનુમાનજીના એવા મંદિર વિશે કે જે સતત રામધુન ચાલવાથી વિશ્વમાં કીર્તિમાન બન્યું.

ગુજરાતમાં છે આ મંદિર

ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં રણમલ નદીના દક્ષિણ પૂર્વે ભાગે બાલા હનુમાનજીનુ અદભુત મંદિર છે. આ મંદિરની સ્થાપના સન્ 1540 માં જામનગરની સ્થાપના ની સાથે થઈ હતી. આ મંદિરની ખાસિયત ખાલી તે પ્રાચીન છે એ જ નહીં, પરંતુ આજે લોકો આને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ મા નોંધાયેલું એ નામે પણ ઓળખે છે. મંદિરના સંરક્ષકો અનુસાર 1964 માં ભિક્ષુ જી મહારાજે આનો જીણોદ્ધાર કરાવ્યો હતો. તેના 3 વર્ષ પછી તેમણે શ્રી રામધુન ની સતત પરંપરા પણ ચાલુ કરાવી હતી. આ કારણથી આ મંદિરનું નામ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં છે.

50 વર્ષથી પણ પ્રાચીન છે પરંપરા


1 ઓગસ્ટ 1964 માં, એટલે અંદાજિત 54 વર્ષ પહેલા મહારાજના કહેવા પ્રમાણે હનુમાન ભક્તોએ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ મંત્રનો જાપ 7 દિવસો સુધી સતત 24 કલાક કરવાનો નિર્ણય લીધો. જે પછીથી એક પરંપરા બની ગઈ અને તે આજ દિન સુધી ચાલી રહી છે. આ રામધુન ના જાપ માટે સામાન્ય ભક્તો જ છે કોઈ પેશાવર ગાયક નથી. હવે તો આની સૂચિ બનાવીને બોર્ડ પર લગાવી દેવામાં આવે છે. કોઈ વિશેષ પરિસ્થિતિઓના લિધે વિઘ્ન ના પડે એટલે ચાર-ચાર ગાયકો ના નામ વધારાથી રાખવામાં આવે છે. આ સિવાય મંદિરમાં કોઈપણ ભક્ત પોતાની મરજીથી પણ રામધુન માં જોડાઈ શકે છે.

ભૂકંપમાં પણ મંત્રનો જાપ ચાલુ રહ્યો


વિશેષ વાત એ છે કે મંદિરમાં આવવાવાળા ભક્તોએ ખૂબ જ પ્રયાસ કરીને અંદાજિત અડધી સદી કરતા પણ વધારે સમય સુધી રામ ધુન ની લહેર બંધ ન થવા દીધી. અહીં સુધી કે 2001માં ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ દરમિયાન પણ લોકોએ રામ ધુન નો જાપ નિરંતર ચાલુ જ રાખ્યો.