GUJARAT

આગામી 5 દિવસો માં કયા વિસ્તારો માં અતિભારે વરસાદ ની આગાહી કરવામાં માં આવી છે

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. હજુ પણ ૨૪ કલાકમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે આ ધોધમાર વરસાદને કારણે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સેટેલાઈટ એસ જી હાઈવે વગેરે જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવે છે

આટલા વરસાદમાં જ અમદાવાદનું મ્યુનિસિપલ તંત્ર અને તેના કામ જનતાની વચ્ચે ખુલ્લા પડી ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની pre-monsoon કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે થોડા વરસાદ માં પણ રસ્તાઓ તૂટી જવા અને જ્યા તા પાણી ભરાઈ જવા એ અમદાવાદમાં હવે સામાન્ય બની ગયું છે ત્યારે શહેરમાં પડેલા ખાડાઓથી સ્થાનિક રહેવાસીઓ હેરાન-પરેશાન તથા જોવા મળી રહ્યા છે ગુલાબ વાવાઝોડાને કારણે સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી સવારથી વરસાદ પડી રહ્યો છે

આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે

ગુજરાતમાં બની રહેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં પાંચ દિવસ અતિ ભારે વરસાદ થઇ શકે છે ગુલાબ વાવાઝોડું નબળું પડતાં તેની અસરને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર વડોદરા જેવા શહેરોમાં પણ આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક ૧૧ ટકા જેટલો વરસાદ ઓછો છે ત્યારે હવામાન વિભાગ એ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરી છે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૨૭ ઇંચ વરસાદ પડયો છે અને હજુ પણ વરસાદ આવવાની શક્યતા જોવા મળી રહેલ છે.