EDUCATION

પેટ્રોલ પંપ પર કેટલી સુવિધાઓ તમને ફ્રી માં મળે છે? જાણો કઈ-કઈ સુવિધાઓ નો તમે ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે આપણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ અથવા સીએનજી ગેસ ભરાવા માટે જતા હોય તો જોઈ શકીએ છીએ કે અમુક સુવિધાઓ ફ્રી મા આપવામાં આવે છે, જેવીકે પીવાનું પાણી અને ટોયલેટ વગેરે. તો ચાલો જાણીએ કઇ કઈ સુવિધા તમને ફ્રી મળી શકે છે.

પેટ્રોલ પંપ સ્ટેશન પર અમુક સુવિધાઓ આપવામાં આવે છે અને તમે તેના પૂરા હકદાર છો. જો કોઈ સુવિધા માં કોઈ મુશ્કેલી સર્જાય છે અથવા તો તકલીફ પડે તો તમે ફરિયાદ પણ કરી શકો છો અને પેટ્રોલ પંપના સંચાલકે તેનો ઉકેલ પણ લાવવો પડે છે. તો ફ્રી સેવા વિશે જાણીએ.

ઈમરજન્સી ફોન કોલ્સ

આમ તો અત્યારે દરેકના પાસે પોતાના પર્સનલ ફોન હોય જ છે, પરંતુ પેટ્રોલ પંપ પર કોઈ ઈમરજન્સી સંજોગોમાં તમારે તાત્કાલિક ફોન કરવો હોય તો કોઈપણ પેટ્રોલ પમ્પ પર વિનામૂલ્યે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

પેટ્રોલ ની ગુણવત્તા અને જથ્થાની ચકાસણી

પેટ્રોલ પંપ પર આવતા ગ્રાહકોને અધિકાર છે કે તે પેટ્રોલની ગુણવત્તા ચેક કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તે કેટલા જથ્થામાં પેટ્રોલ ભરાવી રહ્યા છે તે તેમને યોગ્ય રીતે મળે છે કે નહીં તે માટે પેટ્રોલનો જથ્થો ચેક કરવાનો પણ હક છે.

પ્રાથમિક ઉપચાર કીટ (first aid kit)

જો કોઈ સંજોગો વસાત તમને પ્રાથમિક સારવારની જરૂર પડી અને હોસ્પિટલ દૂર હોય તો તમે નજીકના પેટ્રોલ પંપ પર જઈ ને ત્યાંથી પ્રાથમિક ઉપચાર કીટ એટલે કે ફર્સ્ટ એડ કીટ નો વિનામૂલ્યે ઉપયોગ કરી શકો છો.

પીવાનું ચોખ્ખું પાણી

દરેક પેટ્રોલ પંપ પર પીવાના શુદ્ધ પાણીની સુવિધા આવશ્યક છે.પેટ્રોલ પંપ પર આવતા જો કોઈ ગ્રાહક પીવાના ચોખ્ખા પાણીની માંગ કરે તો પેટ્રોલ પમ્પ સંચાલકો તેના પાસેથી રૂપિયા ન માંગી શકે.

શૌચાલયની સુવિધા

પેટ્રોલ પંપ શૌચાલય માટેની સુવિધા આવશ્યક છે. પેટ્રોલ પંપ પર શૌચાલય માટેની સુવિધા માટે કોઇપણ ચાર્જ લેવામાં આવતો નથી, જો કોઈ ગ્રાહકને શૌચાલયની સુવિધા માટે મુશ્કેલી સર્જાય તે ફરિયાદ પણ કરી શકે છે અને પેટ્રોલ પંપના સંચાલકે તેનો યોગ્ય રીતે જવાબ પણ આપવો પડી શકે છે.

વાહનમાં ફ્રી હવા પુરાવવી

આપણે જાણીએ છીએ કે વાહનમાં ફ્રિ હવા પુરાવી શકીએ છીએ તેના માટે જરૂરી નથી કે તમારે પેટ્રોલ પુરાવવુ જ પડે. તમે માત્ર હવા પુરાવા માટે પેટ્રોલ પંપ પર જઈ શકો છો. અને પંપ પર આ માટે અલગથી એક વ્યક્તિ હોવો પણ આવશ્યક છે. હવા પૂરવા માટે કોઈ તમારી પાસેથી રૂપિયા માગી ન શકે.

આમ આમાંથી તમને કોઈ સુવિધા નથી મળતી કે સુવિધા મળવામા મુશ્કેલી સર્જાય છે તો તમે ગ્રાહક સુવિધા નંબર પર કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો. જે દરેક પેટ્રોલ પંપની બહાર નંબર લગાવવામાં આવ્યો હોય છે.

નોંધ- તમને જણાવવામાં આવતી માહિતી સૂત્રોના માધ્યમથી અને ઈન્ટરનેટના માધ્યમથી મળેલી છે. અમારો ઉદ્દેશ તમને મળતી સુવિધાઓ વિશે જાણ કરાવાનું છે.