kitchen & food

નવરાત્રી 2021 Recipe: ઘરે જ બનાવો નવરાત્રી સ્પેશ્યલ માવા માલપુવા, જાણો અને ફોલો કરો આ સરળ રેસીપી

આજે અમે તમને માલપુવા બનાવવાની રીત શીખવી રહ્યા છીએ જેને તમે વ્રતના પકવાન માં પણ સામેલ કરી શકો છો. તો ચાલો જાણીએ અને બનાવવાની સરળ રીત-

નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તેવામાં ઘણાં લોકો 9 દિવસનું વ્રત રાખે છે અને આ 9 દિવસમાં મા દુર્ગા ના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરે છે. આવા વ્રત મા લોકો એક જ પ્રકારનું ફરાર કરી શકે છે જેમકે, બાફેલા બટાટા અથવા બટાટાની ટીકી ,ફ્રુટ વગેરે. પરંતુ અમે તમને નવરાત્રિના ખાસ તહેવાર પર પારંપરિક મીઠાઈ કેમ બનાવવી એના વિશે જણાવીશું. આજે અમે તમને માલપુવા બનાવવાની રીત વિશે જણાવી રહ્યા છીએ કે જે ઉપવાસ માં પણ સામેલ કરી શકાય છે તો ચાલો જાણીએ એના વિશે-

સામગ્રી

માવો- 3/4 કપ
શિંગોડાનો લોટ- 1/2 કપ
ખાંડ- 1 કપ
દૂધ- 1 કપ
પિસ્તા- 10-12
ઈલાયચી- 6-7
ઘી- તળવા માટે

આવી રીતે બનાવો ચાસણી

ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને અડધો કપ પાણી રેડીને ચાસણી તૈયાર કરવા માટે ગેસ ઉપર રાખી દો. હવે ત્યારબાદ ઉભરો આવ્યા પછી ચાસણી નુ ટીપુ લઈને ચેક કરો. જો તે આંગળી અને અંગુઠા વચ્ચે ચેક કરતા હોય ત્યારે જો એક તાર બનાવે તો ચાસણી બનીને તૈયાર છે.

માલપુવા બનાવવાની રીત


– માવો, શિંગોડાનો લોટ અને દૂધ રેડીને પહેલાં મિલાવીને તૈયાર કરો.


– હવે તેને સરસ રીતે મિલાવીને 15 થી 20 મિનિટ સુધી ફુલવા માટે રહેવા દો.


– એટલામાં પિસ્તાને નાના ટુકડામાં કાપીને અલગ રાખી દો અને ઈલાયચીનો પાવડર બનાવી લો.


– ગેસ પર એક કઢાઈ રાખી દો અને તેમાં ઘીને સારી રીતે ગરમ કરો.


– તેને થોડું ગરમ થઇ ગયા પછી તૈયાર કરે તો લોટ એક વાર સરખી રીતે બાંધી લો અને એક ચમચી ગોળ આમાં નાખો.


– ધીમા ગેસ પર માલપુવા ની બંને તરફથી હલકો અને ભૂરો થાય ત્યાં સુધી તળો અને એક પ્લેટમાં બધા માલપુવા ને કાઢી દો.


– હવે તેને ચાસણીમાં ડૂબાડો અને એક પ્લેટમાં વારાફરતી નીકાળતા જાવ. તેના ઉપર નાના કાપેલા પિસ્તા લગાવીને શણગારી દો. તમારો ફરારી માલપુવા બનીને તૈયાર છે.