DHARMIK

મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે 29 સપ્ટેમ્બર સુધીનો સમય છે ખાસ, જાણો કયા ઉપાયથી આર્થિક સંકટો થઈ શકે છે દૂર

હિન્દુ ધર્મમાં મહાલક્ષ્મી વ્રત નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વ્રત દર વર્ષે ભાદ્રપદ ની શુક્લ પક્ષની આઠમથી શરૂ થાય છે અને અશ્વિન કૃષ્ણ પક્ષની આઠમીએ પૂરું થાય છે. આ વર્ષે મહાલક્ષ્મી નું વ્રત 14 સપ્ટેમ્બર થી શરૂ થાય છે અને 29 સપ્ટેમ્બરે પૂરું થાય છે. માન્યતા છે કે જો વ્યક્તિ આ વ્રતને સાચા મનથી પાલન કરે છે તો તેના બધા કષ્ટ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જાણો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ સમય દરમિયાન કયા ઉપાય કરવા જોઈએ.

મહાલક્ષ્મી વ્રત દરમિયાન માતા લક્ષ્મીની રોજ સવારે અને સાંજે આરાધના કરવી જોઈએ. પૂજાના સમયે ‘ૐ શ્રી હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી મહાલક્ષ્મયૈ નમ:’ આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવા માટે તમે ફટકડી, અથવા તો રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરી શકો છો.

આ દિવસોમાં તમે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના પણ કરી શકો છો. આ યંત્રને ધનવૃદ્ધિ માટેનું યંત્ર મનાય છે. તમે ઈચ્છો તો કુબેર યંત્ર પણ સ્થાપિત કરી શકો છો.

મહાલક્ષ્મી વ્રત દરમિયાન ચાંદીના સિક્કા ને કોડી સાથે રાખી ને મહાલક્ષ્મી ની પુજા કરવી. પછી આના પર હલ્દી અને કેસર નો છંટકાવ કરવો. આના પછી સિક્કાઓને તિજોરીમાં રાખી દેવા. માનવામાં આવે છે કે આવું કરવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે.

માતા લક્ષ્મીની વિધિ પૂજા પછી 7 કોડીઓ તેમને અર્પણ કરવી. પછી આ કોડીઓ ને ઘરના કોઈ ખૂણામાં મુકી રાખવી. માનવામાં આવે છે કે આનાથી ધન લાભની સંભાવના વધી જાય છે.

મહાલક્ષ્મી પ્રસન્ન કરવા માંગો છો તો એમના સાથે વિષ્ણુજી ની પૂજા જરૂરથી કરો. સાથે ૐ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રના સાથે ૐ નમો વાસુદેવાય નમઃ મંત્રનો પણ જાપ કરો. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મી સાથે વિષ્ણુજી ના પણ આશીર્વાદ મળે છે.

ધન પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચઢાવવું અને પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવુ. માન્યતા છે કે આવું કરવાથી ધન સંબંધિત મુસીબતો દૂર થઈ જાય છે.