DHARMIK

આ મંદિરના થાંભલા માંથી આવે છે સંગીત નો અવાજ, રહસ્ય જાણવા માટે અંગ્રેજોએ તોડ્યા હતા થાંભલા.

આજના રહસ્ય માટે અમે તમને વિરૂપાક્ષ મંદિર વિશે જણાવશુ. ભારતના પ્રખ્યાત ઐતિહાસિક મંદિરોમાં સ્થાન ધરાવતુ આ રહસ્યમય મંદિર કર્ણાટકના હમ્પી માં આવેલું છે. માનવામાં આવે છે કે હમ્પી નું મંદિર રામાયણના વખતથી સ્થિત છે. આ મંદિરમાં ભગવાન શિવના વિરૂપાક્ષ અવતાર ની પૂજા થાય છે. આ પ્રાચીન મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં પણ સામેલ છે. આ મંદિરની ઘણી ખાસિયત છે અને આ મંદિરથી રહસ્ય પણ જોડાયેલું છે. આ મંદિરના રહસ્ય વિશે અંગ્રેજોએ પણ જાણવાની કોશીશ કરી પણ તેમને સફળતા મળી ન હતી.

VIrupaksh temple hampi karnataka

ભગવાન વિરૂપાક્ષ અને તેમની પત્ની દેવી પંપા ને સમર્પિત આ મંદિર ની વિશેષતા એ છે કે અહીંનું શિવલિંગ દક્ષિણની તરફ નમેલુ હોય છે. ધાર્મિક માન્યતા એવી છે કે રાવણે ભગવાન રામથી યુદ્ધ જીતવા માટે શિવજીની આરાધના કરી. એ પછી ભગવાન શંકર પ્રગટ થયા, તો રાવણે એમને લંકામાં શિવલિંગની સ્થાપના કરવા માટે કહ્યું.

રાવણની વારંવાર પ્રાર્થના કરવાથી ભગવાન શિવજી રાજી થઈ ગયા, પરંતુ તેમણે રાવણની સામે એક શરત રાખી. શરત માં એવું હતું કે શિવલિંગ ને લંકા લઈ જતી વખતે નીચે જમીન પર રાખવું નહીં. રાવણ શિવલિંગ ને લઈને લંકા જઈ રહ્યો હતો, પરંતુ તેને રસ્તામાં એક માણસને શિવલિંગને પકડી રાખવા માટે કહ્યું, પરંતુ વજન વધારે હોવાને લીધે તે માણસે શિવલિંગ જમીન પર રાખી દીધું. ત્યાર પછી આ શિવલિંગ ત્યાં જ રહી ગયું અને હજારો કોશિશો બાદ પણ ત્યાંથી ના હલાવી શકાયું.

વિરૂપાક્ષ મંદિર ની દિવાલ ઉપર આ ઘટનાના ચિત્ર બનાવેલા છે. આમાં બતાવવામાં આવ્યું છે કે રાવણ ભગવાન શંકર થી ફરીથી શિવલિંગ ઉઠાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ ભગવાન શિવજી ના પાડી દે છે. માન્યતા એ પણ છે કે આ ભગવાન વિષ્ણુ નિવાસ સ્થાન હતું, પરંતુ તેમણે આ જગ્યાને રહેવા માટે કંઈક વિશાળ સમજી અને પાછા ક્ષીરસાગર ચાલ્યા ગયા.

કહેવામાં આવે છે કે આ મંદિર અંદાજીત 500 વર્ષ જૂનું છે. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલા આ મંદિરનું ગોપુરમ 500 વર્ષ પહેલાં બનેલું છે જે 50 મીટર ઊંચું છે. ભગવાન શિવ અને દેવી પંપા ઉપરાંત અહીં થોડા ઘણા નાના નાના મંદિર છે. વિક્રમાદિત્ય દ્વિતીય ની રાણી લોકમાહ દેવી એ વિરૂપાક્ષ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરને પંપાવતી મંદિરના નામથી પણ ઓળખાય છે.

આ મંદિરની સૌથી હેરાન કરવા વાળી વાત એ છે કે આ મંદિરના થોડા થાંભલામાંથી સંગીત નો અવાજ આવે છે. એટલે અમને ‘મ્યુઝીકલ પિલર્સ’ પણ કહેવાય છે. કહેવાય છે કે અંગ્રેજોએ થાંભલામાંથી સંગીત કેમ નીકળે છે એ જાણવાની કોશિશ કરી હતી. એટલે એમણે આ મંદિરના થાંભલા તોડીને જોયા, તો એ હેરાન થઈ ગયા, કેમ કે થાંભલા અંદરથી પોલા હતા બીજું કંઈ પણ નહોતું. આ રહસ્યની આજ દિન સુધી ખબર પડી નથી અને તેથી આને રહસ્યમય મંદિર કહેવાય છે.