DHARMIK

ધનપ્રાપ્તિ માટે શનિવારની સાંજે કરો આ સરળ કામ, તમારા પર વરસસે શનિદેવની કૃપા

જ્યોતિષશાસ્ત્રના અનુસાર, શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તે હંમેશા મનુષ્યના કર્મો પર જ ફળ પ્રદાન કરે છે. શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત હોય છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા-અર્ચના થાય છે.

એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની સારી દૃષ્ટિ હોય તો તેના જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. જે લોકો શનિદેવની સાચા મનથી પૂજા આરાધના કરે છે તો તેનો અવાજ ભગવાન ખરેખર સાંભળે છે. ધન પ્રાપ્તિ માટે શનિવારની સાંજે થોડા સરળ ઉપાય કરવામાં આવે તો તેનાથી શનિદેવ લોકોનું ખરેખર સાંભળે છે. આજે અમે તમને શનિવારના દિવસે કરવામાં આવતા ઉપાય વિશે જણાવીશું કે જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

1 શનિવારની સાંજે એક માટલું લો અને તે માટલાની અંદર અઢી કિલો અડદ ની દાળ અને સાથે સિક્કા મૂકો. આ તમારે એવી રીતે રાખવાનું છે કે જેથી કોઈની નજર ન માં આવે. તમે અઢી મીટર કાળા રંગનું કાપડ લઈને તેને માટલાના ઉપરના ભાગને સરખી રીતે ઢાંકી લ્યો. તેના પછી તમારે શનિદેવને સાચા મનથી યાદ કરતા આ મંત્ર “ૐ શં શનેશ્વરાય નમઃ” નો 108 વખત જાપ કરવાનો રહેશે. આનાથી તમારા ઘરમાં ધનનું આગમન થશે. આ ઉપાય કરવાથી તમને ઘણું જલ્દી લાભ થશે અને શનિદેવ ની કૃપા થી ધન સંબંધીત બધી પરેશાનીઓ દૂર થશે.

2 જ્યોતિષશાસ્ત્રના અનુસાર પીપળના ઝાડનું એક પાંદડુ લો પણ ધ્યાન રાખો કે જે પાંદડું પોતાની રીતે તૂટીને નીચે પડ્યું છે તે જ તમારે લેવાનું છે. તમારે જાતે પાંદડું તોડવાનું નથી. તેના પછી તમે શનિવારની સાંજે પીપળના ઝાડ નીચે બેસીને “ૐ શં શનિશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરતા-કરતા પાંદડા પર લાલ રંગની પેન અથવા તો કુમકુમથી પોતાની મનોકામના લખો. તેના પછી તમારે આ પાંદડાને ગોળ વાડી લેવાનું છે અને તેને પોતાની હાથે બાંધી લેવાનું છે. હવે તમારે શનિવારની રાતે 12:00 થી પહેલા આ પાંદડા ને કોઈ નદીમાં વિસર્જન કરવાનુ. આનાથી ખૂબ જ જલ્દી ધનલાભ ની પ્રાપ્તિ થશે.

3 શનિવારની સાંજે સાત પ્રકારનાં અનાજ લો. જે સાત પ્રકારના અનાજ તમે લીધા છે તેમનું વજન સવા કિલો, 5 કિલો અથવા તો 7 કિલો હોવું જોઈએ. હવે તમે અનાજની સામે બેસીને મંત્ર “ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેશ્વરાય નમઃ” નો એક માળાનો જાપ કરો. આ ઉપાય એક અઠવાડિયા સુધી રોજ આ પ્રકારે કરો. આના આવતા શનિવારે આ અનાજને પક્ષીઓને ચણ નાખી દો. આનાથી બહુ જ લાભ થશે.