DHARMIK GUJARAT

દિવસમાં 2 વખત ગાયબ થાય છે ભગવાન શિવનું આ મંદિર, કાર્તિકેયને સ્વયં બનાવેલું હતું આ શિવાલય

ભગવાન શિવના ઘણા મંદિરોના દર્શન તમે કરેલા હશે પરંતુ તમને આજે શિવજીના એવા મંદિરના વિશે જણાવશુ કે તમને જાણીને નવાઈ લાગશે કે હા ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે. પોતાની આ ખાસિયતને લીધે આ મંદિર ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયા આવવા વાળા ભક્તો મંદિરને દરરોજ ગાયબ થતું જોવે છે. આ મંદિર વડોદરા થી થોડા અંતર દૂર જંબુસરના કાવિ કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવના નામથી સ્થિત કરેલ છે. આ અજીબો ગરીબ સ્તંભેશ્વર મહાદેવ મંદિરને ‘ગાયબ મંદિરના’ નામથી પણ ઓળખાય છે.એટલા માટે ગાયબ થઈ જાય છે

આ મંદિર જોકે આંખો આગળથી ગાયબ થતું આ મંદિર થોડા સમય બાદ તે પોતાના સ્થાન પર નજર આવે છે. જો કે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ પ્રકૃતિની એક મનોહર પરી ઘટના છે. સમુદ્ર કિનારે મંદિર હોવાથી જ્યારે ભરતી અને લહેરો આવે છે, ત્યારે પુરુ મંદિર સમુદ્રમાં સમાઈ જાય છે. આ જ કારણ છે કે લોકો મંદિર નું દર્શન ત્યારે જ કરી શકે છે જ્યારે સમુદ્રમાં લહેરો ઓછી હોય. આવું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે આ આજની વાત નથી. ભરતીના વખતે સમુદ્રનું પાણી મંદિરની અંદર સુધી આવી જાય છે અને શિવલિંગના અભિષેક કર્યા બાદ પાછું જતું રહે છે. આ ઘટના પ્રતિદિન સવારે અને સાંજે થાય છે. અરબ સાગર ની મધ્યમાં કૈમ્બે તટ પર સ્થિત આ મંદિરને જોવા માટે ઘણા લોકોની ભીડ લાગેલી રહે છે.

આવી રીતે થયું મંદિરનું નિર્માણ, જાણો સ્કંદ પુરાણના અનુસાર કથા

સ્કંદ પુરાણના અનુસાર આ મંદિર નુ નિર્માણ અને ઉત્પતિ કેવી રીતે થઈ તે આ કથા અનુસાર જણાવાય છે. રાક્ષસ તાડકાસુરે પોતાની કઠોર મનથી કરેલી તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કરી લીધા હતા. જ્યારે શિવજી તેના સામે પ્રકટ થયા ત્યારે તેને વરદાન માગ્યું કે તેને ફક્ત શિવજીના પુત્ર જ મારી શકે તે પણ છ દિવસની ઉંમરવાળા. ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું હતું. વરદાન મળતાં જ તાડકાસુરે રાક્ષસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધો હતો અને દેવતા અને ઋષિમુનીઓ ને હેરાન કરી દીધા હતા. અંતમાં દેવતાઓ મહાદેવની શરણમાં પહોંચી ગયા. શિવ શક્તિ થી શ્વેત પર્વત ના કુંડ માં ઉત્પન્ન થયેલા શિવજીના પુત્ર કાર્તિકેયને છ મસ્તક, ચાર આંખો અને બાર હાથ હતા. કાર્તિકેયે જ છ દિવસની ઉંમર માં તાડકાસુરનો વધ કર્યો હતો.

જ્યારે કાર્તિકેય ને ખબર પડી કે તાડકાસુર રાક્ષસ ભગવાન શિવજીના ભક્ત હતા, તો તે ઘણા ચિંતાતુર થયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેય ને કહ્યું કે તે વધ કરેલા સ્થળ પર શિવાલય બનાવી દે. તેનાથી તેમનું મન શાંત થશે. ભગવાન કાર્તિકેયે આવું જ કર્યું. પછી બધા દેવતાઓએ ભેગા મળીને મહીસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરવામાં આવી, જેને આજે સ્તંભેશ્વર તીર્થ ના નામથી જાણવામાં આવે છે.