DHARMIK

મનોકામના પૂરી કરવા માટે સોમવારના દિવસે કરવામાં આવતા ઉપાય, જાણો કયા ઉપાય કરવાથી ભોલેનાથ થાય છે પ્રસન્ન

હિન્દુ ધર્મમાં સોમવારના દિવસને ખાસ ભગવાન શિવજીને અપૅણ કરવામાં આવ્યો છે. ઘણા લોકો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરે છે. અમુક લોકો સોમવારના દિવસે વ્રત પણ રાખે છે. સોમવારના દિવસે અમુક ઉપાય કરવાથી ભોલેનાથ જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

સોમવારનું વ્રત અને પૂજા નું મહત્વ- એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના અને વ્રત કરે છે તેને ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. શિવજી તેમના ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે. સોમવારનુ વ્રત કરવાથી જીવનમાંથી દુખ, રોગ, કલેશ અને આર્થિક તંગી દૂર થાય છે. જીવનમાં લગ્ન સંબંધિત કોઇ પરેશાની આવતી હોય તો સોમવારનું વ્રત અને પૂજા કરવાથી લાભ મળે છે.

સોમવારના દિવસે કરો આટલા ઉપાય- સોમવારના દિવસે સ્નાન કર્યા પછી 108 વખત ‘મહામૃત્યુંજય મંત્ર’નો જાપ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સોમવારના દિવસે શિવજીની પૂજામાં બીલીપત્ર, અક્ષત, ચંદન તથા ધતુરા અને આંકડાનું ફૂલ ચડાવવું. આનાથી ભગવાન શિવ જલદી પ્રસન્ન થાય છે. સોમવારના દિવસે ભગવાન શિવ નો અભિષેક કરવામાં આવે તો લગ્ન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થાય છે. લીલા, સફેદ, કેસરી, પીળા અથવા આસમાની રંગના વસ્ત્રો પહેરીને જ પૂજા કરવી જોઈએ.

શિવ પૂજામાં ના કરો આ કામ- ભગવાન શિવને પ્રસન્ન કરવા બહુ જ સરળ હોય છે પરંતુ નાની થોડીક ભૂલથી પણ શિવજી નારાજ થઈ જાય છે. સોમવાર ની પૂજા ક્યારેય પણ કાળા રંગના વસ્ત્ર પહેરીને ના કરવી જોઈએ. ભગવાન શિવની પૂજામાં તુલસી નો ઉપયોગ ના કરવો જોઈએ. ભગવાન શિવને ક્યારેય પણ નાળિયેરનું પાણી ના ચડાવવું જોઈએ.