Ajab Gajab

સોમનાથ મંદિર નું બાણ સ્તંભ નું રહસ્ય, વર્ષોથી કોઇ જાણી શક્યું નથી

દુનિયાભરમાં ઘણા બધા એવા રહસ્યમય મંદિર છે, જેના વિશે હજુ કોઈ જાણી શક્યું નથી. આમાંનું જ એક રહસ્ય ગુજરાતના સોમનાથ મંદિર માં છુપાયેલું છે. જે વર્ષોથી રહસ્ય જ બનીને રહેલું છે એટલે કે કોઈ તેને હજુ સુધી સમજાવી શક્યુ નથી. જેવું કે, સોમનાથ મંદિરના આ ઘરના આંગણાના ભાગમાં એક સ્તંભ છે, જેને બાણ સ્તંભ ના નામથી ઓળખાય છે.આ જ સ્તંભ માં રહસ્ય છુપાયેલું છે જે લોકોને હેરાન કરી મૂકે છે.

જોકે સોમનાથ મંદિરનું નિર્માણ ક્યારે થયું છે, તે કોઈને પણ ખબર નથી પરંતુ ઇતિહાસ મા આને ઘણી વખત તોડવામાં આવ્યું હતું અને પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું હતું. છેલ્લી વખત આનુ પુનઃનિર્માણ 1951 માં કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના દક્ષિણ દરિયાકિનારે ના ભાગમાં બાણ સ્તંભ છે જે ખૂબ જ પ્રાચીન છે. મંદિરની સાથે સાથે સ્તંભ નુ પણ પુનઃનિર્માણ કરવામાં આવેલું હતું.

પુસ્તકોમાં પણ બાણ સ્તંભ નો ઉલ્લેખ છઠ્ઠી સદીથી કરવામાં આવે છે એટલે કે તે વખતે પણ આ સ્તંભ હાજર હતો એટલે એના વિશે જણાવવામાં આવે છે. પરંતુ કોઈ જાણતું નથી કે આ સ્તંભ નો નિર્માણ કોને કરાવેલું છે કેમ કરાવેલું છે અને ક્યારે કરાવેલું છે.

જાણકારો જણાવે છે કે બાણ સ્તંભ એક દિશા દર્શક સ્તંભ છે, જેના ઉપર ના ભાગે તીર(બાણ) બનાવવામાં આવ્યું છે જેની દિશા સમુદ્ર ની તરફ છે. આ બાણ સ્તંભ પર કંઈક આવુ લખેલું છે- ‘આસમુદ્રાત દક્ષિણ ધ્રુવ, પયૅત અબાધિત જ્યોતૅિમાગૅ’.આનો અર્થ એમ થાય છે કે સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ ના સુધી સીધી રેખામાં એક પણ અવરોધ કે અડચણ નથી. અસલમાં તેનો કહેવાનો મતલબ એ છે આ સીધી રેખામાં વચ્ચે પહાડ કે ભૂકંપ નો ટુકડો નથી. હવે મોટો સવાલ એ છે કે એ વખતના લોકોને પણ ખબર હતી કે દક્ષિણ કઈ બાજુ છે અને ધરતી ગોળ છે? તે વખતના લોકોને કેવી રીતે ખબર પડી હશે કે બાણ સ્તંભ ના તીરની દિશામાં કોઈ બાધા નથી? આ આજ સુધી નું રહસ્ય બનીને રહ્યું છે. આજના સમયમાં તો વિમાન, ડ્રોન અને સેટેલાઇટથી જાણી શકાય છે.

હવે દક્ષિણ ધ્રુવથી પશ્ચિમ તટ પર વગર કોઈ અડચણ એ સીધી રેખા મળે છે, જ્યાં જ્યોતિર્લિંગ સ્થાપિત છે, જેને ભારતના 12 જ્યોતિર્લિંગ માંથી પહેલું માનવામાં આવે છે. એવામાં બાણસ્તંભ પર લખેલી છેલ્લી પંક્તિ ‘અબાધિત જ્યોતૅિમાર્ગ’ પણ એક રહસ્ય ના જેવી જ છે, કેમકે અબાધિત અને માર્ગ તો સમજમાં આવે છે પરંતુ જ્યોતૅિમાર્ગ શું છે તે બિલકુલ સમજમાં આવતું નથી.