EDUCATION

નોકરીની ચિંતા છોડીને 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દરેક મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી, સરકાર આપશે 4 લાખ રૂપિયાની મદદ

તમે ઓછા રોકાણ માં કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક ખાસ બિઝનેસની વિશે જણાવી રહ્યા છીએ. આ બિઝનેસ તમે 2 લાખ રૂપિયા રોકીને ને પણ કરી શકો છો.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમે મોદી સરકારની મુદ્રા સ્કીમ (Mudra Scheme) નો ફાયદો ઉઠાવી શકો છો. આ માટે તમને 4 લાખ રૂપિયાની સસ્તા વ્યાજ દર સાથે લોન મળી જાય છે. આ બિઝનેસ છે પાપડ બનાવવાનો (Papad Making Business).પાપડ નો બિઝનેસ ફક્ત 2 લાખ રૂપિયામાં ચાલુ કરી શકાય છે. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (National small industries corporation, NSIC) એ આના માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેના લીધે તમને મુદ્રા સ્કીમ (Mudra Scheme) ની 4 લાખ રૂપિયાની સસ્તા દરની લોન મળી જાય છે.

જાણો આ બિઝનેસ વિશે બધું જ
આ રિપોર્ટના પ્રમાણે, 6 લાખ રૂપિયાના કુલ રોકાણથી અંદાજિત ૩૦ હજાર કિલોગ્રામ ની પ્રોડક્શન કેપેસિટી તૈયાર થઈ જાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારા 6.05 લાખ રૂપિયા ખર્ચ થશે. કુલ ખર્ચમાં તમારો સ્થાયી ખર્ચ અને કામગીરી નો ખર્ચ સામેલ છે.

સ્થાયી ખર્ચમાં બે મશીન, પેકેજીંગ માટેનું મશીન જેવા ખર્ચા સામેલ છે. કામગીરીના ખર્ચમાં સ્ટાફની ત્રણ મહિનાની સેલરી, ૩ મહિના માં વપરાય તેટલો કાચો માલ અને ઉપયોગીતા ઉત્પાદન માટેનો ખર્ચ સામેલ છે. આના સિવાય આમાં ભાડુ, વીજળી, પાણી, ટેલિફોનનું બિલ જેવા ખર્ચા સામેલ છે.

જોઈશે આ મશીનો
પાપડ બનાવવાના બિઝનેસ શરૂ કરવા માટે તમારે સ્વિફ્ટર, બે મિક્સર, પ્લેટફોર્મ બેલેન્સ, વિજળીથી ચાલતું ઓવન, માર્બલ ટેબલ ટોપ , આંડણીઓ અને વેલણ, એલ્યુમિનિયમ ના વાસણ અને રેક્સ જેવા મશીનો ની જરૂર પડશે.

250 ચોરસ ફુટ જગ્યા ની પડશે જરૂર
પાપડ બનાવવાના બિઝનેસ માટે ઓછામાં ઓછા 250 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે. જો તમારી પાસે પોતાની જગ્યા નથી તો તમે ભાડા પર લઈ શકો છો. જેના માટે તમારે ઓછામાં ઓછા દર મહિને 5 હજાર રૂપિયા સુધી ભાડું ભરવું પડે છે. કામ કરવાના માણસમાં ત્રણ મજૂર માણસ , બે શીખાઉ માણસ અને એક ધ્યાન રાખી શકે તેવાં માણસની જરૂરિયાત રહે છે. આ બધાની સેલેરી માં 25000 રૂપિયા જેટલા ખર્ચ થશે જે કામગીરીના ખર્ચમાં ગણાશે.

પોતાના લગાવવા પડશે 2 લાખ રૂપિયા
6 લાખ રૂપિયાની કુલ મૂડી માંથી 2 લાખ રૂપિયા તમારે પોતાના પાસેથી કાઢવા પડશે. સરકારની મુદ્રા યોજના થી તમને ચાર લાખ સુધીની લોન મળશે. એના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના કોઈપણ બેંકમાં અપલાય કરી શકીએ છીએ. આ માટે તમારે એક ફોર્મ ભરવું પડશે, જેમાં ઘણી સારી માહિતી ભરવી પડશે. આમાં કોઇપણ પ્રકારની પ્રક્રિયા ફી ભરવાની હોતી નથી. લોનની રકમ 5 વર્ષ સુધી માં ભરી શકો છો.

કેટલી થશે કમાણી
ઉત્પાદન થયા બાદ તેને જથ્થામાં વેચવો પડશે. આ માટે નાના કિરાણા સ્ટોર અને સુપર માર્કેટ અને મોટા રિટેલરો થી સંપર્ક વધારીને વેચાણ વધારી શકાય છે. એક અનુમાન આધારિત પાપડના બિઝનેસમાં નફો પાંચમા ભાગ જેટલો હોય છે. જો તમે 5 લાખ રૂપિયા આમાં લગાવશો તો તમને દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે. આમાં તમારો નફો ૩૫ થી ૪૦ હજાર સુધી થઈ શકે છે.