DHARMIK

તમારા પર્સમાં રાખો આ વસ્તુ, હંમેશા તમારુ પર્સ પૈસાથી ભરેલું રહેશે

આજકાલ દરેક વ્યક્તિ ચાહે છે કે તેનું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે, કોઈ દિવસ ખાલી ના હોય. અમુક વખતે એવી પરિસ્થિતિ આવી જાય કે તમારું પર્સ ખાલી થઈ જાય અથવા મહિનાના આખરી દિવસોમાં પૈસાની તંગી નો સામનો કરવો પડે છે. આપણે બધા જાણીએ છીએ કે મહિલા હોય કે પુરુષ બંનેને પોતાના જરૂરી કાગળ અને પૈસા રાખવા માટે પર્સ ની જરૂર પડે છે. તમે બધા જાણો છો કે પર્સમાં બિનજરૂરી વસ્તુ રાખવાથી ધનમાં હાનિ થાય છે અને બિનજરૂરી ખર્ચા પણ થાય છે તો મિત્રો આજે અમે તમને જણાવીએ કે પર્સમાં કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ નહીં.

સાગર પંડિત મણિશંકર મિશ્રાના અનુસાર તમે પણ ચાહો છો કે તમારી સાથે આવું ન થાય તો થોડીક વાતોનું ધ્યાન રાખવું પડશે, એનાથી તમારું પર્સ હંમેશા ભરેલુ રહેશે. પંડિત મિશ્રાની અનુસાર માન્યતા છે કે કિન્નરોને કરેલું દાન અક્ષય પુણ્ય દાન કહેવાય છે. એમની દુઆઓ વ્યક્તિને દરેક મુસીબત થી બચાવે છે.

આટલું કરો…

1. જો તમે પૈસાની સમસ્યાઓથી મુક્તિ ચાહતા હોય તો કોઈપણ કિન્નરને પૈસાનું દાન કર્યા બાદ તેના પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લેવાનો. જો કોઈ કિન્નર પોતાની ખુશી થી તમને સિક્કો આપે, તો તેને કપડામાં વીંટાળીને પોતાના પર્સમાં અથવા તિજોરીમાં રાખી દેવો. આવું કરવાથી તમારી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થવા લાગશે.

2. તમે તમારા પર્સમાં પીપળ નું પાંદડું પણ રાખી શકો છો. માન્યતા છે કે આનાથી તમારા પર્સમાં ધનની વર્ષા થવા લાગશે. માન્યતા અનુસાર પીપળ માં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું મનાય છે. એટલે એક પીપળના પાનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લેવું.હવે એના પર કેસરથી શ્રી લખવું‌ અને પોતાના પર્સમાં એવી રીતે રાખવું કે જેથી કોઈની નજરમાં ન આવે. સાથે એક નિયમિત અંતરાલ થી આ પાંદડું બદલતા રહેવું. આવું કરવાથી ઘણો ફાયદો થશે. ધ્યાન રાખો કે પર્સ ચામડાનું ના હોય.

આ પણ છે અન્ય ઉપાય…

આનાથી વધારે જ્યોતિષશાસ્ત્રના અનુસાર ચોખા શુક્ર ગ્રહથી સંબંધિત અનાજ છે. તથા કોઈ પણ પૂજા પાઠના દરમિયાન દેવી દેવતાઓના તિલક કર્યા પછી ચોખા ચઢાવવામાં આવે છે. મા લક્ષ્મીને ચડાવેલા ચોખામાંથી 21 દાણા લઈને કાગળ નું પડીકું બનાવો. હવે આ કાગળ ના પડીકા ને પોતાના પર્સમાં રાખી લો. આનાથી ઘણો ફાયદો થશે.

આના ઉપરાંત ઘણા લોકોનું એવું માનવું છે કે પોતાના પર્સમાં પોતાના ગુરુ ની નાની તસ્વીર રાખો તો બહુ ફાયદો થાય. ગુરુની તસવીર પર્સમાં રાખવાથી આપણા જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. ગુરુની તસવીર પર્સમાં હોવાથી તમે ખરાબ સમયમાં પણ રાહત અને આધ્યાત્મિક બીપી સેક્સ શાંતિ મહેસૂસ કરી શકો છો. ગુરુની તસવીર પર્સમાં હોવાથી તમને ધન સંબંધિત પરેશાનીઓ નહીં થાય.

મનોકામના પૂરી કરવા માટે આટલું કરો…

પોતાના પર્સમાં લાલ કાગળમાં તમારી મનોકામના લખીને ત્યારબાદ રેશમના દોરાથી બાંધી લેવી તેનાથી જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે. થઈ શકે તો તમારા પર્સમાં પૈસાનો સિક્કો રાખો તેનાથી પર્સમાં પૈસા રહેશે અને બિનજરૂરી ખર્ચા બંધ થશે.

તમે તમારા પર્સમાં ગોમતીચક્ર, સમુદ્રી સિક્કો, ચાંદીનો સિક્કો વગેરે રાખી શકો છો. આ વસ્તુઓ પણ મા લક્ષ્મીને ખૂબ પ્યારી છે. આમાંથી કોઈ પણ વસ્તુ પર્સમાં રાખતા પહેલાં થોડીવાર મા લક્ષ્મીના ચરણોમાં રાખો. એના પછી તેને પૂરી શ્રદ્ધાથી પોતાના પર્સમાં રાખવી. આનાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને ધન સંબંધિત પરિસ્થિતિ સુધરશે.

આટલું ક્યારેય ના કરવું…

પર્સમાં ક્યારેય પણ અશ્લીલ ચિત્ર કે અશ્લીલ સામગ્રી ન રાખવી જોઈએ, કેમ કે આવું કરવાથી જીવનમાં નકારાત્મકતા આવવા લાગે છે. આપણે આપણા પર્સમાં ક્યારેય પણ ખાવા-પીવાની વસ્તુઓ ના રાખવી જોઈએ એનાથી ધનની હાનિ થાય છે.

આ પણ માનવામાં આવે છે કે પોતાના પર અને ચાવી ને ક્યારેય પણ ટેબલ પર ના રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં પૈસાની બચત ઓછી થવા લાગે છે. એટલે ક્યારેય પણ પોતાના પર્સને ટેબલ પરના રાખવું. તેને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો. તે સુરક્ષાની દ્રષ્ટિએ ઘણું સાચું છે અને ચોરી થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.