Ajab Gajab

ઝોન ઓફ સાયલેન્સીઓ: જ્યા જતા બંધ થઈ જાય છે બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણ, હજુ સુધી છે રહસ્ય

મેક્સિકો સિટીમાં એક જગ્યા છે, જેને ‘ઝોન ઓફ સાયલેન્સીઓ’ ના નામથી જાણવામાં આવે છે. આ જગ્યા ખૂબ જ અજીબો ગરીબ છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય અનુભવશો. અહીંયા થતી અજીબો ગરીબ ઘટના થી તમને ખ્યાલ આવી જશે કે આનું નામ ‘ઝોન ઓફ સાયલન્સ’ કેમ રાખ્યું?

આ જગ્યાની અજીબ વાત એ છે કે આ જગ્યાએ આવીને દુનિયાના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ કામ કરવાનું બંધ કરી દે છે. કહેવામાં આવે છે કે અહીંયા કંઈક એવું છે, તેના લીધે અહીંયા કોઈ પણ પ્રકારની રેડિયો ફ્રિક્વન્સી કામ કરતી નથી.

આ જગ્યા મેક્સિકોમાં ચિહુઆહુઆ રેગિસ્તાન ના નામથી જાણીતી છે. આજ સુધી આ રહસ્ય કોઈ નથી જાણી શક્યું કે અહીંયા આવીને ઇલેક્ટ્રોનિક ઉપકરણ કામ કરવાનું કેમ બંધ કરી દે છે? આ જગ્યાને લઇને બીજી પણ ઘણી બધી વાતો કહેવામાં આવે છે.

દુનિયાભરમાં આ જગ્યા ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે અહીંયા ઉલ્કાપિંડ પડી હતી. પહેલી વખત અહીંયા વર્ષ 1983માં ઉલ્કાપિંડ પડી હતી. ત્યાર પછી બીજો ઉલ્કાપિંડ વર્ષ 1954માં આ જગ્યાથી ટકરાયો હતો. આના પછી આ જગ્યા પર લોકો કંઈક અજીબો-ગરીબ થવાનો દાવો કરે છે.

જણાવવામાં આવે છે કે આ રહસ્યમય જગ્યા પર ઇલેક્ટ્રોનિક ઉપકરણ કેમ ફેલ થઈ જાય છે, તેને લઈને શોધ ત્યારે કરી હતી, જ્યારે અહીંયા થી ગુજરી રહેલું એક અમેરિકી રોકેટ અહીંયા ધરાશાયી થયું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિકો આ જગ્યા પર પહોંચ્યા તો એ જોઈને હેરાન થઈ ગયા કે અહીંયા દિશા યંત્ર અને જીપીએસ ચકરડી ની જેમ ફરી રહ્યા હતા.

આ જગ્યાનું નામ ઝોન ઓફ સાયલેન્સીઓ વર્ષ 1966 મા રાખ્યું , જ્યારે એક તેલ કંપની અહીંયા તેલની શોધખોળમાં આવી હતી. કંપનીના લોકોએ 50 કિલોમીટરમાં ફેલાયેલા આ ક્ષેત્ર પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું તો તે બહુ જ હેરાન થઈ ગયા, કેમ કે તેમના બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ કરવાનું બંધ કરી દીધું. તેમને એક પણ રેડિયો સિગ્નલ મળતા ન હતા.