GUJARAT

જાડાપણું ઓછું કરવા માટે રોજ રાતે કરો આ 3 કામ, જાણો શું કરવાથી થાય ફાયદો?

આજકાલ જાડાપણાથી ઘણા બધા લોકો પીડાઇ રહ્યા છે. તો તમારે પણ બધા ઉપાય કરવા છતાં તમારું વજન ઓછું થઈ રહ્યું નથી તો તેનો મતલબ સાફ છે કે કંઈ કમી છે. જો તમારે પણ જાડાપણું ઓછું કરવું હોય તો આ નિયમોનું પાલન કરવું ઘણું જરૂરી છે.

વજન ઓછું કરવા માટે લોકો શું શું નથી કરતા હોતા. જીમ, ડાયટિંગ, દવાઓ અથવા અલગ અલગ ઉપાય કરતા હોય છે. જો તમે પણ જાડાપણા અને વધેલા પેટથી પરેશાન હોય તો રાત્રે આ 3 કામ કરવાની તમારે જરૂરિયાત છે.

1. રાત્રે ગ્રીન ટી પીને સૂઓ.
રાત્રે ગ્રીન ટી પીને ઊંઘવાથી ચયાપચયનો દર વધે છે એટલે કે પાચનક્રિયા સારી રહે છે. જેનાથી તમે જે પણ ખાવ છો
તેને ચરબીમાં રૂપાંતર થવા દેતું નથી. જેથી તમારું વજન વધતું નથી.

2. લીલુ મરચુ ખાવા નું રાખો.
આ વાતનું તો વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે જે લોકો લીલું મરચું ખાય છે એમનું શરીર વધવાની આશંકા ઓછી છે. રાત્રિના જમવામાં લીલા મરચાનો ઉપયોગ કરો. તેમાં રહેલો રાસાયણિક પદાર્થ તમારું જાડાપણું ઘટાડવા માં મદદ કરે છે.

3. પૂર્તિ ઉંઘ લેવી
ઊંઘ અને જાડાપણાની વચ્ચે ગાઢ સંબંધ છે. જો તમે પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો પણ તમારું વજન વધે છે. ઊંઘ જેટલી સારી આવે એટલું સારું છે. આપણી ઊંઘ આપણા હોર્મોન્સને પણ પ્રભાવિત કરે છે. એવામાં પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.

આ ઉપરાંત એટલું ધ્યાન રાખો કે રાત્રે જમવામાં જે પણ ખાવ એ બહુ તળેલું કે મીઠું ના હોવું જોઈએ. કેમકે આપણે રાત્રે શારીરિક શ્રમ કરતા નથી તેથી ફેટ બર્ન થતું નથી. ભોજન જેટલું હળવુ એટલું સારું.