HEALTH

પાણી પીવા માટે ની સરખી પદ્ધતિ જાણી લેશો તો નહીં પડો ક્યારેય બીમાર

આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. ઘણા લોકો પાણી ક્યારેય પણ અને ગમે તે રીતે પી લે છે, પરંતુ આ વસ્તુ જાણીને તમને હેરાન થશે કે પાણી પીવાનો પણ સરખો સમય અને પદ્ધતિ હોય છે. તો ચાલો જાણીએ પાણી પીવાનો ચોક્કસ સમય અને પદ્ધતિ કઈ છે.

પાણી પીવા માટેની સરખી પદ્ધતિ-

 • આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે પાણીનું તાપમાન શરીરના તાપમાન કરતાં વધારે ના હોવું જોઈએ એટલે કે ઠંડું ના હોવું જોઈએ. ગરમીમાં લોકો ઘરે પહોંચીને તરત જ પાણી પીવે છે જે શરીરને નુકસાન પહોંચાડે છે.

 • ખૂબ જ ઠંડું પાણી પીવાથી શરીરમાં કમજોરી આવી જાય છે સાથે સાથે હાર્ટ અટેક અને કિડની ફેલ જેવા ખતરા પણ વધી જાય છે.

 • રાત્રે પાણી તાંબાના વાસણમાં ભરી દેવું અને સવારે તેમાંથી પીવું. 90 દિવસ સુધી આવું કરો આનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે તમને ખીલ અને ત્વચા સંબંધી રોગોમાં પણ ફાયદાકારક છે.

 • જો બની શકે એમ હોય તો સીધા બોટલ માંથી પાણી પીવાની જગ્યાએ તેને ગ્લાસમાં કાઢીને પીવો.

 • એક જ સમયમાં એક સાથે વધુ પાણી પીવાથી બચો. હંમેશા પેટ પાણીથી ભરેલું ના રાખો.

 • જ્યારે તમે બીમાર પડો ત્યારે ખૂબ બહુ પ્રમાણમાં પાણી પીવો.

પાણી પીવા માટેનો ચોક્કસ સમય-

 • સવારે ઉઠતા સાથે બે ગ્લાસ પાણી પીવું જોઈએ.

 • ભોજનના અડધો કલાક પહેલા પાણી પીવું જોઈએ, આમ કરવાથી ભોજન જલદી પચી જાય છે અને પાચન શક્તિ સારી રહે છે. ભોજનના અડધા કલાક સુધી પાણીનું સેવન ના કરો.

 • નહાવાના અડધા કલાક પહેલાં પાણી પીવાથી બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી નથી.

 • સૂતા પહેલાં યોગ્ય પ્રમાણમાં પાણીનું સેવન કરો તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઇ જાય છે.

 • કસરત કરતા પહેલાં અને કસરત કર્યા બાદ એક ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશન ની સમસ્યા રહેતી નથી. સાથે કસરત દરમિયાન જે પરસેવો નીકળે છે તેની કમી પાણી પુરી કરે છે.

 • ઘરેથી નીકળો ત્યારે પાણીનું સેવન કરીને નીકળો. બહારના પાણી થી બચો.