ENTERTAINMENT

સૂર્યવંશમ ફિલ્મ આટલી બધી વખત સોની મેક્સ (Sony Liv) પર કેમ આવે છે? તો ચાલો જાણીએ

તમારામાંથી ઘણા ખરા લોકો એ આ વાત પણ નોટીસ કર્યું હશે કે સોની મેક્સ(sony max) પર એક ફિલ્મ વારંવાર બતાવવામાં આવે છે. એ ફિલ્મનું નામ છે સૂર્યવંશમ. આ ફિલ્મે સૌથી વધારે વખત ચેનલ પર ટેલીકાસ્ટ માટે નો રેકોર્ડ પણ બનાવ્યો છે.

જોકે હવે આ ફિલ્મને વારંવાર ટીવી પર બતાવવા માટે નું કારણ સામે આવી ગયું છે. તે કારણ એ છે કે આ ફિલ્મ 21 મે 1999માં રિલીઝ થઈ અને એ જ વર્ષે સેટ મેક્સ (set max) ચેનલ ચાલુ કરવામાં આવી. મતલબ ફિલ્મ અને ચેનલ બંને સાથે એક વર્ષમાં જ આવ્યા.

ફિલ્મના ઘણા પાત્રો જેવા કે હીરા ઠાકુર, ગૌરી અને મેજર રણજીત લોકોની જીભ પર રહી ગયા છે. આ ફિલ્મનું કોઈપણ સીન હોય કે ડાયલોગ લોકોને રટાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં તો આ ફિલ્મને લઈને ઘણા બધા કોમેડી પણ બની ગયા છે.

એવામાં સોની મેક્સ ની માર્કેટિંગ હેડ વૈશાલી શર્મા જણાવે છે કે ચેનલે આ ફિલ્મના સો વર્ષ સુધીના રાઇટ્સ ખરીદી લીધેલ છે. આ કારણથી આ ફિલ્મને વારંવાર બતાવવામાં આવે છે.

તમને જણાવીએ કે આ ફિલ્મ માં અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યો હતો. હવે આ સેટ મેક્સ ચેનલ સોની મેક્સ માં બદલાઈ ગઈ છે. આ ફિલ્મની મહત્વપૂર્ણ વાત એ છે કે આ ફિલ્મની એક્ટ્રેસ સૌંદર્ય રઘુ હવે આ દુનિયામાં નથી રહી. 17 એપ્રિલ 2004 મા બેંગ્લોર ની નજીક એક પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ખાતરી છે કે તમને આ રોચક જાણકારી પસંદ આવી હશે. આવી અને બીજી રોચક અને દિલચસ્પ જાણકારી માટે અમને ફોલો કરો અને જોતા રહો.