INDIA

અજીબો-ગરીબ: ભારતના આ ગામડા માં 5 દિવસ સુધી કપડાં નથી પહેરતી મહિલાઓ ! જાણો શું છે કારણ.

દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ છે, પરંતુ આજે પણ એવી પરંપરાઓ છે, તેમના વિશે જાણીને તમને હેરાની થશે. તમે માની ન શકો કે ભારતમાં અત્યારે પણ આવું થઈ રહ્યું છે. દેશના દરેક પ્રદેશમાં આજે પણ જુના રીતિ-રિવાજ છે જેમનુ પાલન થાય છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની મણિકર્ણ ઘાટીના પીણી ગામમાં આજે પણ અજીબો-ગરીબ પરંપરા નું પાલન થાય છે.

પીણી ગામમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં આ અજીબોગરીબ પરંપરાનું પાલન થાય છે. અહીંયાની મહિલાઓ ઘણા વર્ષોથી આ પરંપરા નિભાવી રહી છે. માન્યતા એવી છે કે પરિણીત મહિલાઓ એ પાંચ દિવસ સુધી વસ્ત્ર નહિ પહેરવા જોઈએ. જો કોઇ મહિલા કપડા પહેરી લે છે તો, તેને કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે અને તેના ઘરમાં કોઈ અપ્રિય ઘટના થઈ શકે છે. આ પરંપરાને ગામના દરેક ઘરમાં નિભાવવામાં આવે છે.

આ ઉપરાંત આ પાંચ દિવસ સુધી પતિ-પત્ની એકબીજા સાથે વાતચીત પણ નથી કરતા. તેઓ એકબીજાથી દૂર રહે છે. મહિલાઓ જ્યારે આ પરંપરાનું પાલન કરી રહી હોય ત્યારે, તો પુરુષને દારૂનું સેવન કરવાનું હોતું નથી. 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટની વચ્ચે આ પરંપરા ચાલે છે. સ્થાનીય લોકો એવું માને છે કે આવું નહીં કરીએ, તો દેવતા નારાજ થઈ જાય છે.

હકીકતમાં કહેવામાં આવે છે કે લાહુઆ ઘોંડ દેવતા જ્યારે પીણી ગામ આયા હતા, ત્યારે ત્યાં એ સમયે રાક્ષસોએ આતંક મચાવી રાખ્યો હતો, પરંતુ દેવતા ના પીણી માં આવતા જ રાક્ષસોનો વિનાશ થઈ ગયો. ત્યાર પછીથી આ પરંપરા ચાલી રહી છે જેને આજે પણ લોકો નિભાવી રહ્યા છે. લોકો કહે છે કે વર્ષો પહેલા એક રાક્ષસ સુંદર કપડાં પહેરવા વાળી મહિલાઓને ઉઠાવીને લઈ જતો હતો. માન્યતા છે કે લાહુઆ દેવતા આજે પણ આ ગામમાં આવે છે અને લોકોની રક્ષા કરે છે.

જોકે સમયની સાથે સાથે ઘણી વસ્તુઓ માં બદલાવ પણ આયા છે. હવે આ પરંપરાનું પાલન કરવા માટે મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં બદલતી નથી. હવે તે બહુ પાતળું કાપડ પહેરે છે. પરંતુ પહેલાં મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં પહેરી ન હતી. તે ફક્ત તેમના થી બનાવેલું ઓઢણું ઓઢીને રાખતી હતી. આ દિવસોમાં ગામમાં કોઈ માસ મદિરાનું સેવન પણ કરતું નથી.